Publisher Theme
I’m a gamer, always have been.

ડૉ ગુલાબચંદ પટેલ ને બેટી ફાઉન્ડેશન વણી યવતમાલ મહારાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ એનાયત

0 20

નગર ના સામાજિક કાર્યકર, વયસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર ભૂત પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ, ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ ના ડાયરેક્ટર શ્રી, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ ગાંધીનગર ના પ્રમુખ શ્રી, અખિલ ભારતીય ગુરુકુળ એવંમ ગૌ શાળા અનુસંધાન સંસ્થાન નોઈડા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ને મહારાષ્ટ્ર ની સામાજિક સંસ્થા બેટી ફાઉન્ડેશન વણી યવતમલ દ્વારા તેઓની સામાજિક અને સાહિત્યિક સેવાઓ ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ – ૨૦૨૧ એનાયત કરવામાં આવ્યો છે.

ડૉ ગુલાબચંદ પટેલ ને ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
ડૉ પટેલ ને અવોર્ડ સર્ટિફિકેટ, ગોલ્ડ મેડલ, શાલ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી છે.


શ્રી પટેલ નાદુરસ્ત તબિયત ને કારણે આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા નહીં પરંતુ સાથી કાર્યકર મિત્રો દ્વારા આ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે.આ કાર્યક્રમ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ૭ વાગ્યે વણી મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ હતો

Leave A Reply

Your email address will not be published.