Publisher Theme
I’m a gamer, always have been.

લાઠી તાલુકા મામલતદાર ને તાલુકા કોંગ્રેસ સમિતિ એ આવેદન પત્ર પાઠવી ૮ ખેડૂતો નો સંહાર કરનાર ને ફાંસી આપો ની કિસાન કોંગ્રેસ અગ્રણી ઓની બુલંદ માંગ

0 20

લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહામાહિમ  રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ને ઉદેશી ને જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા સેવા સદન ને લાઠી તાલુકા કોગ્રેસ સમિતિ એ આવેદન પત્ર પાઠવ્યું ભારતની આત્મા ખેડૂતોને ગાડી નીચે કચડી નરસંહાર કરનાર કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાને જાહેરમાં ફાંસીએ લટકાવી એક દાખલો બેસાડવા ની મહોદયશ્રી સમક્ષ માંગ કરાય ગઈકાલે ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી મુકામે દેશના બંધારણે આપેલા અધિકાર મુજબ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગોને લઈને ધરણાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના નપાવટ નર પિચાસી દીકરાએ કાર ચડાવી દઈ ખેડૂતોને ખચડી નરસંહાર કર્યો છે આ કૃત્ય જલિયાવાલા બાગ ની ઘટના ફરી દેશમાં બની હોય તેવું લાગી રહ્યું છે મહોદયશ્રી આપના માધ્યમથી દેશના ખેડૂતો અને જનતા જાણવા માંગે છે કે સંવિધાનીક પદ પર ને એમાંય કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પદ પર બેસી અજય મિશ્રા જાહેર નિવેદન કરે કે  સુધર જાઓ વરના ૨ મિનિટ મેં સુધાર દેગે આ નિવેદન કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાએ કોને ઉદ્દેશીને કર્યું હતું …..
દેશમાં વધી રહેલા ભાજપ પ્રેરિત ગુંડાઓને ઉદેશી ને કર્યું હતું ???? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ઉદ્દેશીને કર્યું હતું ???? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને ઉદ્દેશીને કર્યું હતું ???? એમના નપાવટ દીકરાને ઉદ્દેશીને કર્યું હતું ????કે કેન્દ્ર સરકારે પાસ કરેલા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાઓ પરત ખેંચવા અને MSP ને કાયદો બનાવવાની માંગ સાથે આંદોલન કરી રહેલા દેશની આત્મા ખેડૂતોને ઉદ્દેશીને કર્યું હતું …. ????? બાપ કહે સુધાર જાઓ વરના સુધાર દેગે અને નીર પિચાસી નપાવટ દીકરો ઠંડા કલેજે ખેડૂતો પર ગાડી ચડાવી ૮ ખેડૂતોની હત્યા કરી નાખે અને તંત્ર મુક પ્રેક્ષક બનીને બેસી રહે આ તો ભાજપે સરકારમાં જ શક્ય છે જે ભાજપા કહે છે કે ખેડૂતો અમારી આત્મા છે જે ભાજપ ખેડૂતોને અન્નદાતા કહી પોતે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરે છે એ જ ભાજપના હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ભાજપ સમર્થકોને સંબોધન કરતા કહે છે કે આંદોલન કરી રહેલા ખેડૂતોને લાકડીએ લાકડીએ મારો જેલ જાઓ જેલમાં જઈને નેતા બની બહાર આવો અમે તમને છોડાવી લઈશું રાજ્યના મુખ્યમંત્રી જેવા સંવિધાનીક પદ પર બેસેલા વ્યક્તિના આ જાહેર નિવેદન બંધારણ લોકતંત્ર પર વજ્રઘાત સમાન છે તેમના આ નિવેદનથી ભાજપની ખેડૂતો માટેની નીતિ રીતિ અને સંસ્કાર સામે આવ્યા છે શું ભાજપની આ જ સંવેદનશીલતા છે ….. ????ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે (૧) લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવનાર ખેડૂતોના હત્યારાને જાહેરમાં ફાંસીએ ચડાવી એક દાખલો બેસાડવામાં આવે જેથી ભવિષ્યમાં દેશની આત્મા – લોકતંત્ર પર કોઈ પ્રહાર કરવાની હિંમત ન કરે (૨) લખીમપુર ખીરીમાં પોતાના દીકરાના માધ્યમથી નર સંહાર કરાવનાર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાને તાત્કાલિક મંત્રી પદેથી બરખાસ્ત કરવામાં આવે (૩) સુપ્રિમકોર્ટના સીટીંગ જજની કિંમટી દ્વારા આ જઘન્ય કૃત્ય કરનાર સામે તપાસ કરવામાં આવે કોના આદેશથી આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે અને જે દોષીતો છે તેમને જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવે (૪)જાહેરમાં આંદોલનકારી ખેડૂતોને લાકડીએ થી મારો જેલ જાઓ નેતા બની બહાર આવી  આવું નિવેદન કરનાર મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપે આપ સાહેબ ને નમ્ર નિવેદન સાથે ગુજરાત કિસાન કોંગ્રેસની ઉપરોક્ત ચારેય માંગો ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમારે દેશની આત્મા પર થયેલા હીંચકારા હુમલા સામે લોકતંત્રને બચાવવા બંધારણીય રાહે અમારી ખેડૂતોની માંગો સાથે અમે લડતના મંડાણ કરીશું તેવી ચેતવણી સાથે લાઠી તાલુકા મામલતદાર શ્રી વી જે ડેર ને આવેદન પત્ર પાઠવ્યું હતું 

Leave A Reply

Your email address will not be published.