Publisher Theme
I’m a gamer, always have been.

આજરોજ ડીસા નગરપાલિકા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

0 3

આજરોજ ડીસા નગરપાલિકા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ના દિવસથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વ્યસન મુક્તિ અને નશાબંધી માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત આજે ડીસા મુકામે પણ નગરપાલિકાના હોલમાં નશાબંધી વ્યસન મુક્તિ નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના નશાબંધી નિયામક આઇ.એ.એસ સુનીલકુમાર ગુજરાત રાજ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર નશાબંધી અધિકારી તેમજ નશાબંધી જિલ્લા અને તાલુકાનો સ્ટાફ તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા કાર્યક્રમને અનુલક્ષીને પ્રવચનમાં યુવાધન આજે નશા પાછળ બરબાદ થઈ રહ્યું છે તેમજ અલગ-અલગ ક્ષેત્રોમાં અલગ અલગ નશાયુક્ય પ્રવૃતિ દ્વારા ભારત અને ગુજરાતના યુવાધનને જોડીને દેશની પ્રગતિમાં રુકાવટ કરવાનું એક સોચી સમજી સાજિશ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં દિનપ્રતિદિન ચરસ ગાંજો અફીણ ડ્રગ્સ જેવી નશીલા પદાર્થોનું સેવન કરવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે જેને ઉપસ્થિત સહું કોઈએ ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારી સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓ આગળ આવી યુવાધનને જાગૃત બનાવે તે ખુબજ જરૂરી છે અને વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈને નશા મુક્ત બને એ ઉદ્દેશથી ગાંધીજયંતી નિમિત્તે થી સુંદર અને સુચારુ આયોજન કરવામાં આવેલ છે આજના આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો યુવાન મિત્રો અને વિશાળ સંખ્યામાં અધિકારીગણ હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.