અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે બીએસએફની ટ્રેનિંગ મેળવી ને આવેલ સંજયભાઈ ખોડાભાઈ બાંભણિયા નું ગાજતે વાજતે સ્વાગત કરવામાં આવ્યું
અમરેલીના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની એવા ખોડાભાઈ નારણભાઈ બાંભણિયા નો પુત્ર બીએસએફની ટ્રેનિંગ મેળવી અને ભરતી થયેલ છે નાના એવા ગામમાં એક ખેડૂત નો પુત્ર ફોજી માં જોડાયા ની ખુશી જોવા મળી હતી સંજયભાઈ ના પિતા ખેતીકામ કરે છે પણ તેના દીકરાને ભણાવવા માટે તનતોડ મહેનત કરીને તેમનો પુત્ર ને દેશ ની સેવા માં મોકલી ગામ નું ગૌરવ વધાર્યું નાના એવા ગામમાં આજે વાજતે ગાજતે સંજયભાઈ નું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકાના કોટડી ગામે બી. એસ. એફ. ની ટ્રેનીંગ પુર્ણ કરીને વતન આવેલ યુવાન નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી. રાજુલા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુખાભાઈ મકવાણા. કોળી જ્ઞાતી પટેલ સોમાતભાઈ ત્થા અરજણભાઈ. ભીખાભાઈ પટેલ. ચિથરભાઈ સરપંચ. ભુપેન્દ્રભાઈ વરૂ. ધીરૂભાઈ ગોહિલ. છગનભાઈ ગોહિલ. જીણાભાઈ સાખટ. પણ હાજરી આપી હતી તેમજ સંજયભાઈ અને તેમના પિતા ચાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું તેમજ ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો અને મહેમાનો એ હાજરી આપી હતી અને સંજય ભાઈ બાંભણિયા નું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું