આજ રોજ તારીખ 03/10/2021 ભાદરવા વદ તેરસ એટલે તેરમા શ્રાધ પર્વ ની હિન્દૂ ધર્મ માં અનોખું મહત્વ રહેલું છે દાન પૂર્ણ સેવા કીય કર્મ નું અનોખું મહત્વ રહેલું છે
આજ રોજ તેરમા શ્રાદ્ધ પર્વ નિમિતે જય શ્રી અંબે સેવા ટ્રસ્ટ ગઠામણ દરવાજા ની વાનર સેના અને વાનર સેના ના પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિ ( ભોલાભાઇ ) ને તેમના સહયોગી લંડન માં રહેતા દબાસીયા પરિવાર તેમજ પ્રજાપતિ પરિવાર દ્વારા આજ રોજ પાલનપુર ખાતે એકવીસ જેટલા બ્રાહ્મણ દેવતાંઓ ને ભોજન કરાવી દરેક ને કપડાં – કરિયાણું અને ચાંદી ના સિક્કા આપવામાં આવ્યા તેમજ બાળકોને દૂધપાક – છત્રી અને ચપ્પલ આપવામાં આવ્યા તેમજ રામલીલા મેદાન માં વસતા ઝૂંપડપટ્ટી વિસ્તાર માં સીતેર થી એસી પરિવાર ને દરેક ને એક કિલ્લો મગ અને એક કિલ્લો ચોખા નું વિતરણ કરવામાં આવ્યું

આમ લંડન માં વસતા દબાસીયા પરિવાર અને પ્રજાપતિ પરિવાર દ્વારા હિન્દૂ ધર્મ ના ભાદરવા મહિના ના તેરમા શ્રાદ્વ પર્વ નિમિતે અનોખી બ્રહ્મસેવા, બાળસેવા અને સ્લમ વિસ્તાર માં વસતા લોકોને દાન પૂર્ણ કરી અનોખી રીતે સેવા કરવામાં આવી