બનાસકાંઠામાં LCB પોલીસે અમીરગઢ નજીકથી એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. પોલીસે બાતમીના આધારે અમીરગઢ નજીકની 1 લાખ 76 હજારની કિંમતની કુલ 1200 બોટલ દારૂ તેમજ 3 લાખની કાર મળી કુલ રૂપિયા 4 લાખ 76 હજારનો મુદ્દામાલ સાથે ગાડી ચાલકની અટકાયત કરી છે.
બનાસકાંઠામાં પાલનપુર LCB પોલીસ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાનથી અમીરગઢ તરફ એક કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કાર પાલનપર તરફ આવી રહી છે. જેથી બાતમીના આધારે પોલીસે અમીરગઢ નજીક સનરાઈઝ હોટલ પાસે હાઇવે રોડ ઉપર ચેકિંગ દરમિયાન હકિકત વાળી કારને પકડી પાડી હતી. જે ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1200 બોટલ કે જેની કિંમત 1 લાખ 76 હજારનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ તેમજ 3 લાખની કાર મળી કુલ 4 લાખ 76 હજાર 020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે ગાડી ચાલક ઉત્તમસિંહ વાઘેલાની અટકાયત કરી તેની વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.