Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા સંપ્રદાયના વિદ્યાર્થીઓ દ્વારા બસમાં નિયમિત ન આવતા મામલતદારને રજૂઆત

0 18

ડીસા તાલુકાના જુનાડીસાથી વાસણા, દશાનાવાસ, લુણપુર, સદરપુર, ઝાબડીયા તેમજ આસપાસના ગામોના ડીસા શહેરમાં સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ નિયમિતના આવતાં ડેપો મેનેજર સહિત તાલુકા મામલતદારને શુક્રવારે અરજી આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

અરજીમાં છાત્રોએ જણાવ્યું કે હાલમાં કોલેજમાં પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર કોલેજમાં પહોંચી શકતા ના હોઇ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાઇ શકે છે. એસટી બસના સંચાલકો દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા કરાતી ન હોય જેને લઇને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શુક્રવારે ડીસાના એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી હતી પરંતુ ડેપો મેનેજર દ્વારા પણ સંતોષકારક જવાબ ન આપતા વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે ડીસા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સમયસર એસટી બસ ના આવતા તેઓ શાળાએ પહોંચવામાં ભારે હાલાકી ભોગવી રહ્યાં હોઈ સત્વરે સમયસર એસટી બસ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

Leave A Reply

Your email address will not be published.