Publisher Theme
I’m a gamer, always have been.

સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજી……

0 7

વામન સ્વરૂપે વિરાટ કાર્ય દ્વારા ભારતીય જન માનસમાં
એક સાદાઈ, સેવા અને અડગ નિશ્ચયી એવા લોક લાડીલા
વડા પ્રધાન સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજીનો ૨જીઓક્ટોમ્બરના

દિને જન્મ દિવસ છે. આવો શાસ્ત્રીજીને કાવ્યાંજલિ દ્વારા સમરીએ…. જય જવાન…. જય કિશાન….

વામન સ્વરૂપ તારું ને બન્યો છે શાસ્ત્રીજી તું મહાન
લાલ બહાદૂર તારા સઘળા કામોએ ડોલાવ્યું છે ગગન .
પાકિસ્તાનની કરમ કઠણાઈ જુઓ મળ્યા છે ઐયુબખાન
હુમલો કીધો ભારત પર જેની ચારે બાજુ આન-બાન-શાન .
અદેખો, અનગઢ એવો અડપલાં કરતો રહ્યો અયુબખાન
મોરચો માંડી લશ્કરે જંગ જીત્યો આણી ઠેકાણે એની શાન .
અમેરિકી પેટન્ટ ટેન્કોનો ખુડદો બોલાવ્યો ને કર્યું સ્મશાન
લડ્યું લશ્કર વિજ્યવંત ટેન્કો થકી સ્વદેશી અમારી મહાન.
તમે પહેરેદાર બની કાયમ રહ્યા લશ્કરનો જુસ્સો ને જાન
લાહોરની સરહદે લશ્કર જ પહોચ્યું હરખ્યા ભારતીય જન .
આપ્યું છે દિવ્ય સૂત્ર ભારતને જય જવાન જય કિશાન
ચોખા નહી ખાવાની પ્રતિજ્ઞા લીધી સોમવારે કેરા દિન .
સાદાઈ કેરા પરિવેશ રહ્યા અને પાળી બતાવ્યું આજીવન
ભારતીય કદી ભૂલશે નહી તને સ્વીકારજો સ્વપ્નના વંદન.

Leave A Reply

Your email address will not be published.