====================================
વાહ રે વાહ ધન્ય હો ઓ બાપુ ગાંધી
જબરી ચલાવી બ્રિટિશરો સામે આંધી
સંદેશ દેવા જીવન વિતાવ્યું પોતડીમાં
ને ઘુસી ગયા રુપિયાઓની થોકડીમાં
દીધો તમે તો સત્ય અહિંસાનો સંદેશ
કાળા નાંણા રુપે રુપિયા ગયા પરદેશ
આપ તો મિટાવતા ધર્મ નાતના વાડા
અનામતે લોકોને લડાવે ચુંટાયેલા પાડા
હિંદ છોડો હાકલે ભગાવ્યા છે બ્રિટિશ
એ મેલતા ગયા છે વા’લા ડાયાબિટિશ
મીઠાં મધ જેવાં વચનો જનતાને આપે
પગાર ભથ્થાં લેવા કરવેરાથી જ કાપે
ઓફિસે બાપુ આપની તસવીર રાખે
રોડ રસ્તામાં લાંચનું ગંગાજળ ચાખે
જે રુપિયા પર આપનો છપાયો ફોટો
એ માટે ખુન ચોરી ધાડનો ના તોટો
===========================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ) અમેરિકા