Publisher Theme
I’m a gamer, always have been.

આજરોજ ડીસા તાલુકા પંચાયત ખાતે સાધારણ સભાની બેઠક મળી ડીસાની તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સાધારણ સભાની બેઠક યોજાઇ

0 37

આજરોજ ડીસા તાલુકા પંચાયત ખાતે સાધારણ સભાની બેઠક મળી ડીસાની તાલુકા પંચાયત કચેરી ખાતે ગુરુવારે પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સાધારણ સભાની બેઠક યોજાઇ હતી જેમાં પંચાયત હસ્તકનમાં આવેલ હોમ ગાર્ડ કચેરી ની જગ્યા ખાલી કરવી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકશાન અંગે સર્વે કરી સહાય ચૂકવવી પંચાયત ની નવી કચેરી બનાવવા સહિત ના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી ઠરાવો કરવામાં આવ્યા હતા આ
ડીસા શહેર ની તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીજુબેન રમુજી બોકરવાડિયાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સાધારણ સભા યોજાઈ હતી આ બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને તાલુકા પંચાયતના કારોબારી સમિતી ચેરમેન એન.ટી માળી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાધાબેન સોલંકી સહીત ચુંટાયેલા સદસ્યો તથા પુર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ઉકાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સાધારણ સભામાં ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની સામે આવેલ હોમગાર્ડ કચેરીની જગ્યા ખાલી કરાવી તે જગ્યાનો કબજો પંચાયત હસ્તક લેવો પંચાયતનો ભંગારની હરાજી કરી તેનું વેચાણ કરવું તાલુકા પંચાયતની કચેરીનું નવીનીકરણ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવી છે જેની સરકાર દ્વારા મંજુર કરવામાં માટે ધારાસભ્ય શશીકાંત પંડ્યાને વિનંતી કરવામાં આવી હતી સાથે-સાથે સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટની ફાળવણી અંતગર્ત ડીસા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતા જુદા જુદા ગામોમાં વિકાસના કામોમાં સદસ્યોને જાણ કરવામાં આવતી ના હોય આ અંગે એક કમિટી બનાવી કામનું નિરીક્ષણ કરવામાં આવે અને જો કોઈ કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોય તો તેની સામે કાર્યવાહી કરવા અંગે એક ડેલિકેટોની કમિટી બનાવાનું પણ નકકી કરવમાં આવ્યું હતું તેવું માલગઢ તાલુકા પંચાયતના સદસ્ય નરેશભાઇ સોલંકી દ્વારા જણાવ્યું હતું તેમજ ડીસા પંથકમાં થયેલ વરસાદ ના કારણે ખેડુતોને પાકમાં નુકશાન પહોંચ્યું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખેતરોમાં સર્વ કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી સદસ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી આજે યોજાયેલી સાધારણ સભા શાંતીપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી

Leave A Reply

Your email address will not be published.