પાલનપુરમાં બિહારી બાગ પાસે એક કોમ્પલેક્ષની આગળ મોબાઇલ ફોનમાં આઇપીએલ ક્રિકેટ ઉપર સટ્ટો રમતાં એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેના મોબાઇલ ની ચકાસણી કરાતાં સટ્ટો રમવાની લીંક આપનારા ત્રણ શખ્સોનું નામ ખુલ્યું હતુ. પોલીસે ચારેય સામે ગૂનો નોંધી રૂપિયા 5000નો મોબાઇલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુર – આબુ હાઇવે નજીક બિહારી બાગ પાસે એક કોમ્પલેક્ષની આગળ સોમવારે સાંજે છાપો મારી મોબાઇલ ઉપર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં ડીસા ધરતી સોસાયટી મુ. રહે. પાલનપુર શિવમહેલ સોસાયટીના અતુલકુમાર મનુભાઇ ઠક્કરને ઝડપી લીધો હતો. હૈદરાબાદ – રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાતી આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતો હતો.મોબાઇલની તપાસ કરી પુછતાછ કરતાં સટ્ટામાટેની લીંક ડીસાના પિન્ટુ ઠક્કર, જયદીપ પરમાર અને મહેશભાઇએ આપી હોવાનું ખુલ્યું હતુ. પોલીસે ચારેય સામે ગૂનો નોંધી રૂ. 5000નો મોબાઇલ કબ્જે લઇ તપાસ હાથ ધરી છે.
ત્રણ લીંક ઉપર સટ્ટો રમાડતો હતો
પાલનપુરમાં સટ્ટો રમતાં ઝડપાયેલા અતુલ ઠક્કરે જણાવ્યું હતુ કે, ત્રણ આઇ. ડી. ઉપર હૈદરાબાદ – રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહેલી ટવેન્ટી ટવેન્ટી મેચ ઉપર સટ્ટો રમડતો હતો.