Publisher Theme
I’m a gamer, always have been.

થરાદમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ખુલ્લી ગટરમાં પડેલી ગાયનેબચાવવામાં આવી

0 39

થરાદમાં બસસ્ટેશનને અડીને આવેલા સર્વોદય સોસાયટીના જવાને રસ્તે આવેલી ખુલ્લી ગટરના કારણે તેમાં મંગળવારની સાંજે એક ગાય ખાબકી હતી. આ અંગે આજુબાજુના વેપારીઓ અને રાહદારીઓને દયા આવતાં તેમણે રાહદારીઓ સાથે મળીને મહામુસીબતે રસ્સા અને શિંગડા વડે પકડીને બહાર કાઢી હતી.

અત્રે ઉલ્લેખનીયછે કે નગરના હાર્દસમા આ રસ્તા ઉપર જ દબાણ કરીને પાણીપુરીની લારીઓ ગોઠવાયેલી હોવાના કારણે રસ્તો સાંકડો થઇ જાય છે. તેમજ તેમના દ્વારા કરવામાં આવતા કચરાને આરોગવા તથા બસસ્ટેશનના હોર્ડીંગ્સની નીચે રહેલા ઢગલાઓની સફાઇ ન થવાના કારણે પશુ અડીંગો રહે છે. પરિણામે આવી ઘટનાઓ અવારનવાર ઘટતી હોય છે.

Leave A Reply

Your email address will not be published.