૪સપ્ટેમ્બર ૨૦૨૧ આર.સી.મિશન શાળા વડતાલ/ખેડામાં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ 50 ટકા બાળકો સાથે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી અપર પ્રાયમરી વિભાગ એટલે ધોરણ ૬, ૭, અને ૮ ની બાલિકાઓ શિક્ષક બની હતી. તેઓનીમુખાકૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો. શાળાના મેનેજર શ્રી રેવ.ફાધર થોમાસ દ્વારા શિક્ષક મિત્રો નું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું તમામ શિક્ષક મિત્રો તથા બાળ મિત્રો માટે વિશેષ પ્રાર્થના મંહત દ્વારા કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા તમામ બાળકો ને ચોકલેટ તથા શિક્ષક મિત્રો ને નાનકડી ભેટ તથા અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુ મહિમા ની અનોખી ઉજવણી અમારી શાળામાં શિક્ષક દિન નિમિત્તે કરવામાં આવી હતી. કોરોના ગાઈડ લાઈન નો ઉપયોગ સંપૂર્ણ પણે જોવા મળ્યો હતો આચાર્ય શ્રી અનિકેત ડાભી સંસ્થા મેનેજર શ્રી નો આભાર માનવા માં આવ્યો. તસ્વીર શૈલેષ વાણીયા શૈલ શિક્ષક