Publisher Theme
I’m a gamer, always have been.

ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયેલા ડીસા બાયવાડા ગામ ના તળાવ ને જોવા ગયેલા એક યુવાનો પગ લપસીને ડૂબી જવાથી મોત

0 52

ડીસા બાઇવાડા ગામે યુવકનુ ડૂબી જતા મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના પગલે બાઇવાડા ગામમાં આવેલું તળાવ ઓવરફલો થતાં જોવા માટે પહોંચેલા એક યુવકનો પગ લપસી તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે.

ડીસામાં આજે વહેલી સવારે ત્રણ કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ થયો છે. જેના કારણે બાઇવાડા ગામમાં આવેલું તળાવ પણ ભરાઇ ગયુ છે. ગામનું સુકુ ભઠ્ઠ તળાવ ભરાઈ જતા જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તે દરમિયાન રમેશભાઈ નામનો યુવક પણ તળાવ જોવા માટે આવ્યો હતો અને અચાનક તેનો પગ લપસી જતાં તે તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો

આજુબાજુના લોકોએ તેને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ નાકામ રહ્યા હતા. ઘટનાને પગલે ગામના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશને બહાર કાઢી આગળની તજવીજ હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.