પાલનપુરમાં ત્રણ વર્ષથી ચાલતી સેવા ટ્રસ્ટ દ્વારા બે મહિલાઓથી શરૂ કરેલી પ્રવૃતિ આજે 40 જેટલી મહિલાઓ જોડાઈને પોતાના હાથથી બનાવેલ વસ્તુઓ બનાવી ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ઓનલાઇન વેચી મહિને 60 હજારની કમાણી કરી છે. પાલનપુરમાં પણ હસ્તકલાનું કામ કરીને મહિલાઓ સારી એવી આવક મેળવી રહી છે. પાલનપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા વાત્સલ્ય સેવા ટ્રસ્ટની શરૂઆત બે મહિલાઓથી શરૂઆત કરી હતી.
આ મહિલાઓ પોતાના હાથથી બનાવેલી ચીજવસ્તુઓ પાલનપુર ઉપરાંત સુરત, નવસારી, વડોદરા, મહારાષ્ટ્ર અને મૈસૂર સહિતના વિસ્તારોમાં મોકલી તેનું ઓનલાઇન વેચાણ કરી મહિને એવી કમાણી કરી રહી છે. બે મહિલાઓથી શરૂ થયેલ આ કાર્યમાં હાલમાં 40 જેટલી મહિલાઓ જોડાઈ છે અને તમામ મહિલાઓ હસ્તકલાનું કામ કરીને સારી એવી આવક રળી રહી છે. આ ટ્રસ્ટની શરુઆત કરનાર મહિલા જાગૃતિ મહેતાએ જણાવ્યું કે, શરૂઆતમા અમે આ કાર્ય શરુ કર્યુ ત્યારે માત્ર બે જ મહિલાઓ જોડાઇ હતી.ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયામાં તેનો મેસેજ વાયરલ કરતાં ધીમેધીમે રોજગારથી વંચિત હાલમાં 40 જેટલી મહિલાઓ આ કાર્યમાં જોડાઇ છે.
જેમાં મુક બધિર બહેનો સહિત મહિલાઓ પોતાના હાથથી ચણીયા ચોળી, બ્લાઉઝ, કેરિયા, નવરાત્રી ડ્રેસ, તકીયાના કવર, લટકણ, ચાદર જેવી અનેક વસ્તુઓ હસ્તકલા દર્શાવતી તમામ ચીજવસ્તુ બનાવીને તેનું ઓનલાઈન વેચાણ કરી મંથલી 60,000 સારી એવી આવક મેળવી રહી છે. જ્યાં આ કાર્ય માટે હસ્તકલા સેવા સેતુ યોજના ના સહયોગ થી નારિયેળના છાલમાંથી 5 ફૂટ થી માંડી 50 ફૂટની ગણપતિ સહિતના અન્ય સાધનો બનાવે છે.જ્યાં વાત્સલ્ય ટ્રસ્ટને હસ્તકલા સેવસેતુના જગદીશભાઈ વાઘેલા ખૂબ મદદ કરી રહ્યા છે.
વસ્તુ કઈ રીતે બહાર મોકલાય છે
હસ્તકલાથી બનાવેલી તમામ વસ્તુઓ માટે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા એક ઓનલાઈન ગ્રુપ બનાવ્યું છે જેમાં દરેક વસ્તુના ફોટા શેર કરવાની સાથે રૂપિયા લખવામાં આવે છે.અને જે તે જગ્યાનું એડ્રેસ હોય તે સ્થળ પર મોકલી આપે છે. જેમના પૈસા પણ મહિલાઓને ગૂગલ પે અથવા તેમના ખાતામાં આવી જાય છે.