- રોગચાળો ડીસા અને પાલનપુરમાં 75-75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા ડેન્ગ્યુના કેસ મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આજથી ડીસા અને પાલનપુરમાં 75-75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ દૂષિત પાણી મામલે બેદરકારી દાખવનાર લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં આ વખતે ડેન્ગ્યુના પણ કેટલાક કેસો નોંધાયા છે. કોરોના મહામારી બાદ હવે ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી છે અને સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યુના કેસો નોંધાતા વધતા જતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે તૈયાર છે.

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ડીસા અને પાલનપુરમાં 75-75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રહેણાંક મકાનો, કોમર્શિયલ તેમજ સરકારી કચેરી અને વસાહતોમાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય તો તેના નિકાલ માટે તેમજ પાણીમાં પોરા પડ્યા હોય તો દવા છંટકાવ કરવામાં આવે છે. સાથે સાથે સરકારી કચેરીઓમાં કોઈ જગ્યાએ કર્મચારીઓની બેદરકારીના કારણે આવું પાણી ભરાયું હોય અને રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ હોય તો નોટિસ ફટકારવામાં કામગીરી પણ કરાઈ છે.