પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિએશન અને ભાજપ સ્પોર્ટસ સેલ દ્વારા પ્રધાન મંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટેનિસમાં સિદ્ધિ મેળવનાર પાલનપુરના ખેલાડી લય જગતાપનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાને ગૌરવ અપાવનાર પાલનપુરનો લય જગતાપ પોતાની માતાની પ્રેરણા થી છેલ્લા દસ વર્ષ થી લોન ટેનિસ રમતમાં કારકિર્દી વધારી રહ્યો છે.લય જગતાપે વર્ષ 2019માં પાટણ ખાતે યોજાયેલ યુનિવર્સિટીની ટેનિસ ટુર્નામેન્ટ માં દ્વિતિય ક્રમાંકે વિજેતા બન્યો હતો.
ત્યારબાદ નાસિક ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા નેશનલ ટેનિસ ટુર્નામેન્ટ માં ભાગ લઈ ખેલો ઇન્ડિયામાં પસંદગી પામ્યો હતો. નાસિકમાં ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન મેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ચોથા ક્રમાંકે વિજેતા બનતા ઓલ ઇન્ડિયા નેશનલ ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યો હતો.2020માં ઓડીશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં HNGU નું પ્રતનિધિત્વ કર્યું હતું ,જેને લઈ 2020માં ડેપ્યુટી કલેક્ટર દ્વારા બેસ્ટ સ્પોર્ટ્સ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો.
લય જગતાપ સતત આઠ વર્ષથી જિલ્લા માંથી પસંદગી પામી ખેલ મહાકુંભ તેમજ સ્કૂલગેમ્સમાં સ્ટેટ કક્ષાએ ભાગ લઈ બનાસકાંઠા નું ગૌરવ વધારેલ હોઈ પાલનપુર ની જી.ડી.મોદી કોલેજ ખાતે યોજાયેલ પ્રધાન મંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય હરેશભાઇ ચૌધરી અને પાલનપુર પાલિકાના પ્રમુખ હેતલબેન રાવલના હસ્તે સન્માનપત્ર એનાયત કર્યું હતું.