Publisher Theme
I’m a gamer, always have been.

પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે અંબાજી ભાજપા મહિલા મોરચા અને અંબાજી શહેર ભાજપા દ્વારા રક્તદાન કેમ્પ ગોઠવાયો

0 45

પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે અંબાજી ભાજપ મહિલા મોરચા અને અંબાજી શહેર ભાજપા મંડળ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરી પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ ની ઉજવણી પણ ચાલી રહેલ હોય મહિલા મોરચા દ્વારા 71 રક્તની બોટલો એકત્રિત કરવાનું લક્ષ્ય રખાયું હતું આ માટે મહિલા મોરચાના મહિલા કાર્યકરોએ મહેનત કરીને લોકોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને મહિલા મોરચાની કાર્યકર્તા પોતે પણ રક્તદાન કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા


આ સાથે કોરોના ની રસીકરણ નો કાર્યક્રમ રખાયો હતો જેમને કોરોના ની રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમના માટે પણ અહીં રસીકરણ નો કાર્યક્રમ રખાયો હતો તેમજ મહિલાઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ પણ મહિલા મોરચા દ્વારા રાખવામાં આવ્યો હતો અંબાજી ભાજપા પ્રભારી રેખાબેન ખણેચા એ આજે પોતાના જન્મદિવસે રક્તદાન કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ પ્રસંગે અંબાજી શહેર ભાજપના પ્રભારી રેખાબેન ખાનેચા અંબાજી મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન પ્રકાશભાઈ ભાટી તેમજ ભાજપના મહિલા મોરચાના અન્ય મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી તેમની સાથે બકુલભાઈ શુક્લ વિજયભાઈ દેસાઈ લલીતભાઈ લુહાર અમરત રોડ વિનોદ પંચાલ વગેરે ભાજપના કાર્યકર્તાઓ તેમજ અંબાજી ભાજપા યુવા મોરચાના પ્રમુખ દિનેશ પુજારી યુવા મોરચાની ટીમ સાથે હાજર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.