આજ રોજ ઇનરવીલ ક્લબ ઓફ પાલનપુર દ્રારા જ્યોર્જ ફિફથ ક્લબ પાલનપુર ખાતે મંદબુદ્ધિ બાળકો માટે વિવિધ સ્પેશ્યલ રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડીસા ખુશીઓનું સરનામું -1 અને પાલનપુર ડૉ. એસ. કે. મેવાડા લાયન્સ દિવ્યાંગ સેન્ટરના બાળકોએવિવિધ રમતો જેવી કે ગોળાફેક, બોસી,50 મીટર રન, વોક, સોફ્ટબોલ થ્રો રમતોમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઇનરવીલ ક્લબ ના પ્રેસિડેન્ટ શ્રીમતી મીનુબેન મહેશ્વરી તેમજ તેમના મેમ્બર્સ તથા લાયન્સ ક્લબ ના ટ્રસ્ટી અને દિવ્યાંગ સેન્ટરના ચેરમેન લા. કનુભાઈ દવે, ડીસા અને પાલનપુર સેન્ટરના સંકલનકર્તા વનરાજસિંહ ચાવડા, તથા સ્ટાફ હાજર રહ્યો હતો. આ તમામ રમતો મેહુલભાઈ જોશી અને તેમની ટીમે કોચિંગ કર્યું હતું.