Publisher Theme
I’m a gamer, always have been.

માનસરોવર ઓવર બ્રિજથી ફાટકી સુધી યુ-ટર્ન સાંકડા થવાને કારણે દૈનિક જામ

0 17

પાલનપુર માનસરોવર પુલ નજીક આવતા ટ્રકોને પુલ નીચે ઉતરવામાં 15 મિનિટ લાગે છે.જેના કારણે બંને સાઈડના વાહનોને ભારે હાલાકી પડે છે.જ્યાં ટ્રક ચાલકોને વળાંક લેવામાં અને રિવર્સ લેવામાં ભારે તકલીફ પડી રહી છે.પાલનપુર માનસરોવરનો પુલ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થયો છે. જ્યાં પુલ બની જતા માનસરોવરની ફાટક બંધ કરવામાં આવી હતી. જેને લઈ ટ્રક ચાલકોને પુલ પર પસાર થવા મજબુર બન્યા છે. ટ્રક ચાલકોને પુલ પર ચઢતી વખત હરિપુરા વિસ્તાર નજીક ટ્રકોને પુલ પર ચડાવવામાં ભારે હાલાકી પડી રહી છે.

જ્યાં ટ્રક પુલ પર ચડે ત્યારે લક્ષમણટેકરી તરફથી આવતા તેમજ પુલ નીચે ઉતરતા વાહનોને ટ્રક નીચે ઉતરે કે ઉપર ચઢે ત્યાં સુધી રાહ જોઈને ઉભા રહેવું પડે છે.જ્યાં ટ્રક ચાલક સહિત અવરજવર કરતા વાહનોને મોટી તકલીફ પડી રહી છે.આ બાબતે ટ્રક ચાલક દસરથભાઈ,રમેશભાઇ અને માનજીભાઈએ જણાવ્યું કે, અમે જયારે ગાડી ભરીને નીકળીએ ત્યારે પુલ ચડવામાં ભારે તકલીફ પડે છે.જ્યાં સ્ટેરીંગ ગુમાવવામાં ભારે તકલીફ પડે છે.જ્યાં કોઈ વાર અકસ્માત થશે તો લોકો અમને જવાબદાર ગણશે.તો અમારા માટે પુલ નીચેની ફાટક ખોલવામાં આવે તો ટ્રક લઈ જવામાં આસાન રહેશે.જેથી ટ્રાફિક પણ નહિવત રહેશે.

ટ્રક આવતા બંને સાઈડના વાહનો રોકાવા મજબુર
જ્યારે માનસરોવર પુલ પર ટ્રક નીચે ઉતરતી હોય કે પછી પુલ ઉપર જતી હોય ત્યારે ટ્રક ચાલકોને એકવાર ટ્રક આગળ કર્યા બાદ તે પછી ટ્રક રિવર્સ કરી ફરી પુલ પર ચઢવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે.

Leave A Reply

Your email address will not be published.