Publisher Theme
I’m a gamer, always have been.

આજે અંબાજી મંદિર મા પ્રક્ષાલન વિધિ યોજાઈ, બપોર બાદ મંદિર બંધ રહ્યુ

0 121

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદી ના કિનારે આવેલું માતાજી નું ધામ છે અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ અંબાજી આદ્યશક્તિપીઠ તરીકે ભારતભર મા જાણીતુ છે
આજે અંબાજી મંદિર બપોર બાદ બંધ રહ્યુ હતુ અને મંદિર મા પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી આખા મંદિર ને પાણી વડે ધોવામાં આવ્યુ હતુ અમદાવાદ ના સોની પરીવાર આજે પ્રક્ષાલન વિધિ માં આવ્યા હતા અને માતાજી ના આભૂષણો ધોયા હતા

વર્ષ મા માત્ર એકજ વાર યોજાય છે પ્રક્ષાલન વિધિ આજે માતાજી ના ભક્તો પણ આ પ્રક્ષાલન વિધિ મા જોડાયા હતા ખાડીયા નો સોની પરીવાર ખાસ અમદાવાદ થી દર વર્ષે આ વિધિ મા આવતા હોય છે અમદાવાદ ના ખાડિયા ના સોની પરીવાર પાછલા 188 વર્ષ કરતા વધુ વર્ષ થી આ વિધિ કરી રહ્યા છે . આજે આખા પરીવાર સાથે અંબાજી મંદીર આવી માતાજી ના આભુષણો ધોયા હતા સોનું ઘસવાથીજે ઘટ થાય છે તે આ પરીવાર તરફથી આ વિધિ શરુ થતા પહેલા 10 ગ્રામ સોનુ અંબાજી મંદિર ને આપી ને જતા હોય છે આ વિધિ મા વૃદ્ધ થી લઇ નાના બાળકો પણ અમદાવાદ થી આવતા હોય છે વર્ષ માં માત્ર એકવાર અંબાજી મંદિર આખુ ભાદરવી મહામેળો પૂર્ણ થયા બાદ ધોવામાં આવે છે અમદાવાદ ખાડિયા ના સોની પરિવાર દ્વારા માતાજી ના આભુષણો ધોવામાં આવ્યા હતા અને માતાજી ના મંદિર ને પણ ધોવામાં આવ્યુ હતું
આજે ગાંધીનગર થી ખાસ ગુજરાત ના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા આવ્યા હતા

શું છે પ્રક્ષાલન વિધિ ?

અંબાજી ભાદરવી મહામેળા મા લાખો ભક્તો અંબાજી માતાજી ના દર્શન કરવા આવતા હોય છે અને ભાદરવી મહામેળા બાદ માતાજી ના નવલા નોરતા શરુ થતા હોઈ મંદિર ના શુદ્ધિકરણ કરવા માટે અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પ્રક્ષાલન વિધિ પ્રાચીન પરંપરા મુજબ દર વર્ષે યોજાતી હોય છે , જેમા સરસ્વતી નદી નું જળ વહેલી સવારે કોટેશ્વર થી લાવી અંબાજી મંદિર ના મહારાજ દ્વારા ગૌ મુત્ર નો ઉપયોગ કરી આખા અંબાજી મંદિર ના શુદ્ધિકરણ મંત્રોચ્ચાર વિધિવિધાન થી કરવામા આવે છે અને માતાજી ના ગર્ભગૃહ ના આભુષણો બહાર લાવી વિશા યંત્ર ને પણ શુદ્ધિકરણ કરવામાં આવે છે ,વર્ષ મા એકજ વાર યોજાય છે પ્રક્ષાલન વિધિ

Leave A Reply

Your email address will not be published.