પોલીસે દારૂનો જથ્થો સહિત રૂ.11.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પાલનપુર તાલુકાના માલણ ગામે કુંપર તરફ જવાના માર્ગ પર ચાર રસ્તા પાસે ગુરૂવારે મોડીરાત્રે દારૂ ભરી જઈ રહેલ પીકઅપ ડાલુ પલટી ગયું હતુ. પોલીસે કુલ રૂ.11.97 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ નાસી છુટેલા ચાલક સામે ગૂનો નોંધી તેને શોધવાના ચક્રોગતિમાન કર્યા છે.
માલણ ગામે કુંપર ગામ જવાના રસ્તા પર ચોકડી પાસે રાત્રિના 2.30 કલાકના સુમારે દારૂ ભરી આવી રહેલ એક પીકઅપ ડાલાના ચાલકે અગમ્ય કારણોસર સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં ડાલુ પલટી ગયું હતું. આથી રસ્તા પર દારૂની પેટીઓ વિખરાઇ ગઇ હતી.
કેટલીક બોટલો ફૂટી જતાં રોડ ઉપર દારૂ રેલાયો હતો. જ્યાં દોડી ગયેલા પાલનપુર તાલુકા પીએસઆઇ બી. આર. પટેલે ટીમ સાથે રૂપિયા 11,97,500ની વિદેશી દારૂની બોટલ નંગ. 2395 સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ નાસી છુટેલા જીપડાલાના ચાલક સામે ગૂનો નોંધી શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.