Publisher Theme
I’m a gamer, always have been.

અંબાજી પોલીસ દ્વારા ચોરી ની 9.5 કિલો ચાંદી સાથે આરોપી પકડાયો

0 58

રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા

અંબાજી પોલીસ દ્વારા ચોરી ની 9.5 કિલો ચાંદી સાથે આરોપી પકડાયો, અંબાજી પોલીસ ના હેડ કોન્સ્ટેબલ જયકરન ગઢવી એ બાતમી ના આધારે 8 લાખ ના મુદ્દામાલ સાથે આરોપી ને પકડ્યો, રાજસ્થાન થી ગુજરાત ચાંદી ગાળવા જતો અંબાજી ખાતે પકડાયો અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટથી ગઈ મોડી રાત્રે 9.5 કિલો ચાંદી સાથે એક આરોપી ને જડપી પડ્યો હતો. 8 લાખ કિંમત ની ચાંદી અને કાર ની એમ કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ઘરપકડ કરવા મા આવી હતી. આરોપી પોતાની કારમાં ચોરીની ચાંદી લઈ જતો હતો ત્યારે અંબાજી પોલીસને બાતમી મળતા ચેક પોસ્ટ ઉપર ચેકીંગ દરમિયાન પકડાયો હતો. અંબાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જય કરણ ગઢવીએ આ ચોરી નો માલ લઇ જતો આરોપી ને પકડ્યો હતો.ગઈ મોડી રાત્રે રાજસ્થાન થી ગુજરાત મા લઈ જતો ચોરીનો માલ નો આરોપી રાજસ્થાન ના સિરોહી જિલ્લા ના ગોયલી ગામ નો રહેવાસી છે. થરાદ પાસેના ગામથી અગાઉ 9.5 કિલો ચાંદીની ચોરી થઈ હતી. અને રાજસ્થાન ના પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ચોરેલી ચાંદી ખરીદી હતી. આરોપી અમદાવાદ ચાંદી ગાળવા જતા અંબાજી પાસે પકડાયો હતો. સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હતી તેની પણ કબુલાત કરી હતી. ચોરી કરેલા માલ અને આરોપી ને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને અંબાજી પોલીસ વધુ તપાસ કરી રહી છે. આરોપી જોડે થી કબ્જે કરેલા મુદ્દા માલ મા 1.5 લાખ કાર ની કિંમત અને 6.5 લાખ ચાંદી ની કિંમત એમ કુલ મળીને 8,00,000 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

Leave A Reply

Your email address will not be published.