અંડર-14 અને અંડર-17 તેમ બંને કેટેગરીમાં આદિજાતિ કન્યા આશ્રમશાળા, રામપુરા (વડલા)ની બાળાઓ વિજય બની.
રિપોર્ટર ડાભી વસંતસિંહ બૌદ્ધિક ભારત અમીરગઢ
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આજરોજ લોકનિકેતન આશ્રમશાળા,વિરમપુર મુકામે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ. જેમાં બનાસ ગ્રામ વિકાસ સમિતિ,પાલનપુર સંચાલિત આદિજાતિ કન્યા આશ્રમશાળા,રામપુરા(વડલા)ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. યોજાયેલ સ્પર્ધામાં સમગ્ર તાલુકામાંથી અંડર-14 કેટેગરીમાં 6 ટીમો તથા અંડર-17 કેટેગરીમાં 3 ટીમોએ ભાગ લીધેલ. ભાગ લેનાર તમામ ટીમોને હરાવી અંડર-14 અને અંડર-17 તેમ બંને કેટેગરીમાં આદિજાતિ કન્યા આશ્રમશાળા, રામપુરા(વડલા)ની વિદ્યાર્થીનીઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિજયી બની હતી. આદિજાતિ કન્યા આશ્રમશાળાની કન્યાઓએ જીત મેળવીને શાળા પરિવારનું નામ રોશન કર્યું તે બદલ તમામ બાળાઓનો તેમજ તેઓના માર્ગદર્શક શિક્ષકશ્રી લાલાભાઈ ખરાડી, શ્રી વિરાભાઈ ચૌધરી અને શ્રી રાજેશભાઇ પરમારને આશ્રમશાળાના સંચાલક શ્રી અંકિત ભરત ઠાકોર અભિનંદન પાઠવે છે.