રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં 4-00 વાગ્યાના સુમારે એક કલાકમાં 18 મીમી વરસાદ પડ્યો હતા. જેમાં ઠેરઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.આમ નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની પોલ ખોલી હતી. સરકારી કચેરીમાં જનસેવા કેન્દ્ર આગળ પણ પાણી ભરાયું હતું. ડામર રોડ ઉપર પાણી ભરાતા રોડ ઉપર મોટા ખાડા પડવાની સંભાવના છે