Publisher Theme
I’m a gamer, always have been.

માલપુર તાલુકામાં પાણી પુરવઠા યોજનાનો ફિયાસ્કો.

0 66

રિપોર્ટર વનરાજ સિંહ ખાંટ માલપુર અરવલ્લી

ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ તક ની યોજના દ્વારા ગુજરાતના દૂર દૂર ના ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ યોજના દ્વારા ગામડાઓમાં પાણીની સમસ્યા હલ કરવાનો ગુજરાત સરકારનો એક સન્નીષ્ટ પ્રયાસ છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં અંબાવા કોયલિયા ના ગામડામાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજના અમલમાં મૂકી આ ગામડાઓમાં પણ પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ છેલ્લા 15 દિવસથી આ યોજનામાં પંચર પડ્યું છે. અંબાવા ગામના માજી સરપંચ લક્ષ્મણભાઈ પણુચા ના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસથી નલ સેજલ તક ની યોજનામાં પાણી ટપકી રહ્યું નથી. અધિકારીઓને ફોન દ્વારા સંપર્ક કરી આ વાત જણાવી ત્યારે તેઓનું કહેવું છે કે આજકાલમાં ટીમ આવી જશે અને પાણી ફરીથી આવતું થઈ જશે પણ આ વાતને 15 દિવસ થયા છે છતાં અધિકારીઓ રોજ નવા નવા બહાના બતાવી રહ્યા છે. છેલ્લે અધિકારીને ફોન કરતા જણાવ્યું કે પાણી પુરવઠા યોજનામાં પાઇપ લીકેજ થઈ છે અને તે રીપેરીંગ કરવા માટે અમદાવાદ જઈને પાઇપો લાવવી પડશે તેવા ઉડાઉ જવાબો આપી આવી સખત ગરમીમાં પણ ગ્રામજનોને પાણી વિના રજડપાટ કરવું પડી રહ્યું છે. ગ્રામજનો દ્વારા હવે જો બે દિવસમાં પાણી નહીં આવે તો ના છૂટકે આગળ કડક પગલાં ભરવા માટે પણ ચીમકી ઉચ્ચારી છે.

Leave A Reply

Your email address will not be published.