પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ એ જુગારીઓને માર મારી મોટો તોડ કરી રૂપિયા 15000 હાજર જેવી રકમ લઈ છોડી મુકવાનો પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાડીસામાં શ્રાવણ માસ દરમિયાન અનેક સ્થળો પર જુગાર રમાઇ રહ્યો છે જોકે પોલીસે રેડ કરી કેટલાક શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે ત્યારે જન્માષ્ટમીના દિવસે શહેરના વેલુનગર વિસ્તારમાં બાતમીના આધારે દક્ષિણ પોલીસની ટીમે રેડ પાડી હતી અને જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડયા હતા અને પોલીસે તેમને ઢોર મારમારી તેમની પાસેથી પૈસા નો તોડ કરી તેમની સામે કેસ કર્યા વગર છોડી મુક્યા હતા આ મામલે જુગારીઓ એ માર મારવાના અંગે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં રહેતા. જીગર શ્રીમાળી જન્માષ્ટમીના દિવસે પોતાના મિત્રો સાથે ઘરે જુગાર રમી રહ્યા હતા ત્યારે બાતમી ના આધારે દક્ષિણ પોલીસ સ્ટેશન ના પોલીસ નરેશભાઈ સહિત ની ટીમે રેડ કરી જુગારીઓ ને મારા માર્યો હતો અને જુગાર ના બધા પૈસા પણ લઈ લીધા હતા અને જુગારીઓ ને પોલીસ મથકે લઈ ગયા હતા અને ત્યાં પણ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ જુગારીઓને માર માર્યો હતો અને કહ્યું. હતું કે મરી જાવ તો અમને કોઈ ફરક પડતો નથી તેમ કહ્યું હતું ત્યારે પોલીસ કોસ્ટેબલ નરેશભાઈ એ આ જુગારીઆઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે તેમની જોડે થી તોડ કરી ઢોરમાર મારી છોડી મુક્યા હતા જ્યારે આ ઢોર માર મારવા અંગે જુગારીઓએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરી જુગારમાં તોડ કરનાર કોન્સ્ટેબલ નરેશ ભાઈ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.