બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના ટુડિયા ખાતે તારીખ 01/09/2021ના અરવલ્લી જન વિકાસ ટ્રસ્ટ દ્વારા વિધવા સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી મનુભાઈ કોદરવી ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી વિસ્તારની હાજર વિધવા બહેનોને સહાય આપીને .ખુબજ પ્રશંસનીય કાર્ય કર્યું હતું. જેમાં દાંતા તાલુકાના ના ભારતીય જનતા પાર્ટીના ના પદાધિકારીઓ અને કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળતા આપી હતી