ખાનગી ફાઇનાન્સ કંપનીના માણસો પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી માર મારી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જેને અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લઇ જેલને હવાલે કરેલ છે. એલસીબી પી.આઇ. કે. એસ. ચાવડા અને ટીમને બાતમી મળી હતી કે શામળાજી પાસે કારછા ગામની સીમમાં નવજીવન હોટલ પાસે બ્રિજ નીચેથી લુટ ના આરોપી પસાર થવાના હોય તેવી બાતમીના આધારે વોચ ગોઠવતા નંબર વગરની મોટરસાયકલ લઈને આવી રહેલા આરોપી ઓને રોકી ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ₹2, 59,000 લૂંટના રૂપિયા રિકવર કર્યા હતા. આરોપીઓએ લૂંટમાં વપરાયેલ મોટરસાયકલ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલ જે લૂંટના ગુનામાં આરોપીઓએ વાપરેલ ચાર આરોપી પૈકી નિવાસ બંસીલાલ ખેરવાડા. અરવિંદ રમેશભાઈ ખરાડી. મનોજ જીવાલાલ ભગોરા અને લલિત રમણભાઈ રહેવાસી. વીંછીવાળા તમામ રહેવાસી રાજસ્થાન ને ઝડપી લઇ જેલના હવાલે કરેલ છે.