દક્ષિણ ગુજરાત પ્રાંતવિશ્વ હિnન્દુ પરિષદ બજરંગ દળ મહિસાગર દ્વારા જિલ્લા પ્રાન્તઅધિકારી ને આપ્યુ આવેદન પત્ર
રિપોર્ટર .એમ કે ડિંડોર બૌદ્ધિક ભારત કડાણા
9 જૂનના રોજ, જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવ ઘોડી જતી વખતે, ક્રૂર પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 નિર્દોષ હિંદુ યાત્રીઓ માર્યા ગયા હતા, આ ઘટનાએ સમગ્ર દેશવાસીઓને આઘાત પહોંચાડ્યો હતો. આ ક્રૂર દુષ્કર્મથી દેશ દુઃખી છે અને તીવ્ર આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને પડકારી છે. જે વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ માર્યા ગયેલા હિંદુ યાત્રિકોને શ્રદ્ધાંજલિ આપે છે. આવી આતંકી પ્રવૃતિ કરનાર સાથે પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જેના સદર્ભે આવેદન પત્ર આપવામા આવ્યુ. અને લુણાવાડા પરશુરામ ચોક ખાતે આતંકવાદનુ પૂતળા દહન કરવામા આવ્યુ.
