Publisher Theme
I’m a gamer, always have been.

કપિલ ચૌહાણના જન્મદિન નિમિત્તે ભિક્ષાવૃતી કરતા દિવ્યાંગને વ્હીલચેર આપી રોજગારી આપવાનો અનોખો પ્રયાસ.

0 36

રિપોર્ટર ભરત જોશી પાલનપુર

સમાજ સુરક્ષા સહાયક તરીકે ફરજ બજાવતા અને હંમેશાં દિવ્યાંગજનની સેવા માટે જાણીતા દલવાડા ગામના વતની શ્રી કપિલભાઇ સેંધાભાઈ ચૌહાણે જન્મદિન ની ઉજવણી પ્રસંગે તા. ૯/૬/૨૪ને રવિવારના રોજ મણિભદ્ર વીર મહારાજ, મગરવાડા ખાતે ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા અને ધમધમતી કાળઝાળ આકરી ગરમીમાં ઘસડાઈને ચાલતા દિવ્યાંગ ભિક્ષુક શ્રી દિનેશભાઈ ભગવાનભાઈ કંકોડીયા ને વ્હીલચેર આપી તેમાં બેસી રોજગાર કરી શકે તે હેતુસર અગરબત્તીના પેકેટ આપી ભિક્ષુક વૃત્તિ છોડવા માટે નાનકડો રોજગાર આપવાનો સુંદર પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે મગરવાડા ગાદીપતિ શ્રી, ખોડલા પ્રા.શાળા શિક્ષક શ્રી બકુલચંદ્ર પરમાર, હર્ષવર્ધન પરીખ, ભાઈચંદભાઈ પ્રજાપતિ,પિંકીબેન પ્રજાપતિ મંદિરના પૂજારીજી સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કપિલભાઈ ચૌહાણના આ સરાહનીય પ્રયત્નને બિરદાવી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave A Reply

Your email address will not be published.