Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાની નેનાવા ચેક પોસ્ટ પરથી ધાનેરા પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો

0 290

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાની નેનાવા ચેક પોસ્ટ પરથી ધાનેરા પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ બનાસકાંઠા એલસીબીએ ધાનેરા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સને ઝડપી પાડ્યા છે. આમ કુલ ત્રણ લોકોની પોલીસ અટકાયત કરી કુલ મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા શખ્સને ધાનેરા પોલીસે ઝડપી પાડયો છે. જેમાં ધાનેરા પોલીસને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાનના સાચોર થઈ નેનાવા તરફ એક સ્વીફ્ટ ગાડી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશનાર છે. જે આધારે નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ ગાડીને રોકાવી તેને તપાસ કરી હતી. ગાડીમાંથી સાત જેટલી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી ધાનેરા પોલીસે કુલ 3 લાખ 28 હજાર 568 મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.