પાટણ સાયન્સ સેન્ટર ખાતે ત્રીજા સમર સાયન્સ કેમ્પમાં છેલ્લા દિવસે સહભાગીઓ રોબોટિક્સ ની દુનિયામાં ખોવાયા
અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 7 જૂન 2024ના રોજ ત્રીજા સમર સાયન્સ કેમ્પના છેલ્લા દિવસે ગુજરાતના 7 જિલ્લાની 22 શાળાઓમાં થી આવેલ ધોરણ 6 થી 9 ના 40 વિદ્યાથીઓએ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા આયોજિત રોબોફેસ્ટ ગુજરાતમાં ભાગ લેનાર ગુજરાતના બાળકોએ બનાવેલા રોબોટના વિવિધ પાસાઓ સમજ્યા અને રોબોટિક્સની દુનિયામાં ખોવાયા. સમર સાયન્સ કેમ્પમાં STEM (સાયન્સ, ટેક્નોલૉજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીક્સ) આધારિત વિવિધ સાયંટિફિક ચર્ચા, વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે ઈંડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરેલ છે જેમાં આજે કલર ઓફ કેમેષ્ટ્રી, પ્રયોગશાળાના સાધનો, આબોહવા પરિવર્તન, ઊર્જા સંરક્ષણ અને રોબોટિક્સ પર વર્કશોપ, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, પેપર ક્રાફટ અને ટકાઉ વિકાસ ની થીમ પર વક્તૃત્વ સ્પર્ધા વગેરે જેવી એક્ટિવિટીઓ નો સમાવેશ થાય છે.

નિષ્ણાત ગાઈડ ના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ કલર ઓફ કેમેષ્ટ્રી પર વર્કશોપ માં કેમિકલ ના બદલાતા કલર જોયા પછી અને રોબોટિક કીટ ના ઉપયોગ થી રોબોટિક કાર બનાવીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું કે આ સમર સાયન્સ કેમ્પમાં ભાગ લેનાર વિધાર્થીઓએ આજે ગમ્મત સાથે વિજ્ઞાનના વિવિધ પાસાઓ જાણીને અને આધુનિક વિજ્ઞાન વિશે શીખીને ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપશે. ત્યારબાદ તેમણે સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામ સ્ટાફ મિત્રો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.