રિપોર્ટર હાર્દિકકુમાર બારીયા બૌદ્ધિક ભારત લીમખેડા
લીમખેડા તાલુકા ના મોટી બાંડીબાર ગામે માંગીલાલ મસ્યા બેંકમાં સેવકના પદ પરથી નિવૃત્ત થતાં જેમના સન્માન માટે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ગુજરાતથી ૩૨ ગામના આગેવાન રાજકીય પદાધિકારી સગા વહાલા અને બંજારા સમાજ અધ્યક્ષ રમેશભાઈ જાટવા અને ડો.મહેન્દ્રકુમાર જાટવા ખાસ ઉપસ્થિત રહ્યા.ગામના મુખથી શોભાયાત્રા શરૂ કરી.મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી.નિષ્ઠા,સમયપાલન,અને પ્રતિબદ્ધતા થી સેવા પૂર્ણ કરી.ઉપસ્થિત સૌંયે ભેટ,સોગાદ,સાલ,શ્રીફળ આપી સન્માન કર્યું.બહેનો મોજમાં આવી તાલ અને ગાન સાથે સમાજની પરંપરા મુજબ નાચ રજૂ કર્યા.તેમના બંને દીકરાઓએ સુરેશકુમાર અને છત્રસિંહ સાથે લક્ષ્મણભાઈ અને જશવંતભાઈ એ સૌને પ્રેમથી સ્વાગત કર્યું.હતું
