Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પંથકમાં પાંચેક દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે પણ મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકો જોવા મળ્યા હતા

0 106

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં ચાલતા મનરેગા યોજનાની સાઈડો ઉપર બપોરના સમયે તાપમાનનો પારો 40 થી વધુ ડીગ્રીએ પહોંચતા આકાશમાંથી અગન ગોળા વરસતા ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. ત્યારે ગ્રામ વિસ્તારોમાં ગરીબ પરિવારના શ્રમિકો પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે સરકારની મનરેગા યોજના હેઠળ ધોમધમતા તાપમાં પણ ગરમીની પરવા કર્યા વિના ચોકડીઓ ખોદતા તેમજ વિવિધ કામોમાં કાળી મજૂરી કરતા જોવા મળ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.