રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 29 મે 2024 ના રોજ ધોરણ 6 થી 9 માટે ત્રણ દિવસીય દ્વિતીય સમર સાયન્સ કેમ્પના પ્રથમ દિવસની ભવ્ય શરૂઆત કરાઇ. જેમાં 7 જિલ્લાની 29 શાળાઓના ઘણાબધા વિદ્યાથીઓએ નોંધણી કરાવેલ હતી. જેમાંથી દ્વિતીય કેમ્પમાં 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. સમર સાયન્સ કેમ્પમાં STEM (સાયન્સ, ટેક્નોલૉજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીક્સ) આધારિત વિવિધ સાયંટિફિક ચર્ચા, વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે ઈંડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરેલ છે જેમાં આજે સાયન્સ સેન્ટરની ગેલેરી વિઝીટ સાથે હ્યૂમન એનટોમી, ડીએનએ અને પ્રયોગશાળા ના સાધનો પર વર્કશોપ, મંગળ ગ્રહ પર સાયંટિફિક-શો, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અને ડો. વિક્ર્મ સારાભાઇ વિશે ડોક્યુમેન્ટરી-શો, ડ્રોન ટેક્નોલૉજી પર વર્કશોપ, પર્યાવરણ સંરક્ષણ થીમ પર ચિત્ર વર્કશોપ સાથે બ્રેઈન ફોકસ અને બકેટ બોલ ગેમ્સનો સમાવેશ થાય છે. કાર્યક્ર્મની શરૂઆત સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી અને સ્ટાફ મિત્રો સાથે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને સમર સાયન્સ કેમ્પ ના મહત્ત્વ, તેનાથી થતા વિદ્યાર્થીઓને લાભ વિશે ચર્ચા કરી હતી. તેમને વધુમાં જણાવ્યું કે આ પ્રકારની એક્ટવિટી ના મારફતે વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે વધારે સક્ષમ થાય છે અને વિદ્યાર્થીઓમાં સહભાગિતાના કૌશલ્યનું નિર્માણ થાય છે.
