Publisher Theme
I’m a gamer, always have been.

સુબીર તાલુકામાં આવેલ શબરી રિસોર્ટ ખાતે સુગર ફેકટરી ના તમામ મુકદમો સાથે મજૂર અધિકાર મંચના નેજા હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું

0 37

રિપોર્ટર નરેન્દ્ર પવાર બૌદ્ધિક ભારત ડાંગ

સુબીર તાલુકામાં આવેલ શબરી રિસોર્ટ ખાતે બારડોલી, ચલથાણ, સાયણ, કામરેજ, ગણદેવી, દાદરિયા, વટારિયા, મઢી ,મહુવા, કાંઠા,વલસાડ, વ્યારા, ધારીખેડા… સુગર ફેકટરી ના તમામ મુકદમો સાથે મજૂર અધિકાર મંચના નેજા હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓના આશરે 250 થી વધારે મુકદમો એ હાજરી આપી હતી. મિટિંગમાં ચર્ચા ને અંતે નીચે મુજબના નિર્ણયો લઈ સર્વ સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો.

  1. મજૂરોના બિલ વવચાર અને મુકદમોનું કમિશન બિલ વાવચાર અલગ અલગ બનાવમાં આવે .
  2. સરકરશ્રી દ્વારા શેરડી કામદારોનું જાહેર થયેલ લઘુતમ વેતન 476 ₹ પુરેપુરું મળે તેની અમલવારી કરવામાં આવે અને મુકાદમો ને 80 ₹ અલગથી ચૂકવવામાં આવે.
  3. કામના સ્થળે જતા મજૂરોનું અન્ય કારણોસર મૃત્યુના કિસ્સામાં મરનારના વારસદારોને આર્થિક વળતર સુગર ફેકટરીઓ દ્વારા આપવામાં આવે.

ઉપરોક્ત માંગણીઓ જ્યાં સુધી લેખિત માં સંતોષાય નહિ ત્યાં સુધી તમામ સુગરનાં મુકદમો દ્વારા પ્રથમ હપ્તો (એડવાન્સ) નહિ લેવાનું ઠરાવવામાં આવેલ છે. અને જે મુકદમો નકી થયેલ નિર્ણયોની વિરૂદ્ધ જશે તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે સર્વ સંમતિથી નક્કી કરી ઠરાવવામાં આવેલ છે.

Leave A Reply

Your email address will not be published.