નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ૭૧ કોરોના વોરિયર્સ નો સન્માન સમારોહ યોજાયો
કાનુભાઈ મહેતા હોલ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી કોરોના વોરિયર્સ તરીકે રાષ્ટ્ર અને દેશ માટે જે મદદરૂપ બન્યા છે એવા પોલીસ કર્મી ડોક્ટર શ્રી ઓ સફાઈ કામદારો અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે નિસ્વાર્થ સેવા સંગઠન ના પ્રમુખ નીતિનભાઈ ઠાકોર ના માધ્યમથી મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ સંત શ્રી દોલતરામ મહારાજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રભારી નંદાજી ઠાકોર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો,સુનિલભાઈ જોષી મહંત શ્રી દયાલપુરી બાપુ જેવા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહી કોરોના વોરિયર્સ નો સન્માન કરી રાષ્ટ્ર પ્રત્યે ઉમદા ફરજ બજાવવા માટે સન્માનિત કરવામાં આવ્યા સાથે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર સુનિલ ભાઈ જોશી દ્વારા નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ ને બનાસકાંઠા જિલ્લાના સોનુ સૂદ નું ઉપનામ આપી નામ આપી લોકહિતના કાર્યો કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા