Publisher Theme
I’m a gamer, always have been.

ભાભર માં કાળઝાળ ગરમી વચ્ચે છાશનું વિતરણ

0 27

(માનવતા ગ્રુપ ભાભર દ્વારા રાહદારીઓ અને વાહનચાલકોને છાસ વિતરણ કરાઈ)

રિપોર્ટર : રમેશભાઈ સોની બૌદ્ધિક ભારત ભાભર

અત્યારે સમગ્ર રાજ્ય ના જીવાત્મા ગરમીમાં શેકાઈ રહેલછે. ત્યારે કાળઝાળ ગરમીમાં સરહદી એવા ભાભર શહેરમાંરાહદારીઓ અને વાહનચાલકોને ગરમીમાં રાહત મળે તેવા હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મફત છાસ વિતરણ કરવામાં આવ્યું. ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ, વાહનચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ગરમીથી રાહત અનુભવી હતી. . બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળે છે શહેરના રાહદારીઓ અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા આજે વાવ સર્કલ પાસે ટેન્ટ લગાવી 7500થી વધુ ઠંડી છાશના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોએ પણ છાસ પીને ગરમીથી થોડી રાહત અનુભવી હતી.આ કાર્યમાં નગરપાલીકા ના પ્રમુખ, મામલતદાર ભાભર, નગરપાલીકા ના નગર સેવકો, પોલીસ સ્ટાફ ભાભર, પત્રકાર મીત્રો ભાભર,માનવતા ગ્રુપ ભાભર ટીમ અને ગૌ સેવા ગ્રુપ ના યુવાનો સેવામાં જોડાયા હતા

Leave A Reply

Your email address will not be published.