Publisher Theme
I’m a gamer, always have been.

ઉચ્ચછલ સબ ડિવિઝન ૬૬ કેવીમાં શોર્ટ સર્કિટ ના કારણે લગી આગ

0 38

રિપોર્ટર વિરેન જ્ઞાનચંદની બૌદ્ધિક ભારત ઉચ્છલ

ઉચ્ચછલ તાલુકાની ૬૬ કેવીમા ભર બપોરે શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બાબતે ઉચ્ચછલ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો.ઉચ્ચછલ પોલીસની સતર્કતાને અને તત્કાલી કામ કરવાના કારણે મોટી જાનહાનિ ટડી હતી. ઉચ્ચછલ પોલીસે પોતાની જાન જોખમમા નાખી આગને ઓલવવાનુ કામ કર્યું હતું. પરંતુ આગની તીવ્રતા વધુને વધુ ઉગ્ર બનતા આખરે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી પડી હતી. ત્યારે જ આ ગરમી ના માહોલ ના કારણે અને શોટ સર્કિટથી લાગેલી આગના ગોટેગોટાએ આખા ઉચ્ચછલ તાલુકાના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાવયો હતો. જોકે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર તરત જ પહોંચતાં આગ ઓલવવાનુ કામ શરૂ કરી અને મોટી જાનમાલની નુકશાની માંથી ઉગારી લીધું હતું. જેના લીધે આજુબાજુના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave A Reply

Your email address will not be published.