Publisher Theme
I’m a gamer, always have been.

મેઘરજ પોલીસ સ્ટેશનમાં મારામારી બાબતે જામીન ભંગ ની ફરિયાદ.

0 41

રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મૂળ મુડશી ગામના અને મજૂરી કામ માટે બોઠીવાડા ગામે ગયેલ ડામોર ભલાભાઇ પુંજાભાઈ સાથે મુડશી ગામના ડામોર ભરતભાઈ હીરાભાઈ, ડામોર રમેશભાઈ ભરતભાઈ, ડામોર કાળુભાઈ ભરતભાઈ અને રેશીબેન ભરતભાઈએ ઝઘડો કરી પથ્થરનો ઘા કરતા ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી જેથી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી જેથી ચાર આરોપીઓને સામે ગુનો દાખલ કરી જામીન પર છોડવામાં આવ્યા હતા. આરોપીઓ જમીન પર છુટ્યા બાદ બીજા દિવસે ફરિયાદીને ધમકીઓ આપતા જણાવેલ કે અમે તમને જાનથી મારી નાખીશું અને તમારા ઘરને આગ ચોંપી દઈશું ત્યારબાદ ત્રીજા દિવસે ફરિયાદીના ખેતરમાં ઢોર પેસી ગયેલ જેને કાઢવા માટે ફળીયાદીના દીકરાની સગર્ભા પત્ની ઢોર હાંકવા માટે ગયેલ જ્યાં આરોપીઓ આવી પહોંચેલ અને ગડદા પાટુનો માર મારેલ જેના કારણે સગર્ભા ના બાળકને ઈજાઓ પહોંચી હતી છતાં આરોપીઓને સંતોષ ન થતાં રાત્રે પણ આરોપીઓ ફરિયાદીના દીકરોને રાત્રે 9:00 વાગે ખેતરમાં ઢોર હાકવા માટે ગયેલ તેને પણ લાકડીઓ લઈ મારવા દોડેલ જેથી ફરિયાદીએ આ જામીન પર છૂટેલા આરોપીઓ ઉપર જામીન ભંગની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.