Publisher Theme
I’m a gamer, always have been.

કચ્છ કેનાલમાં 500 ક્યુસેક પાણી છોડાતાં રાહત: સાંતલપુરના 17 ગામોમાં અછત દૂર થશે

0 32

અલ્પેશ શ્રીમાળી પાટણ

રિપેરિંગ માટે કેનાલમાં પાણી બંધ કરાતાં લોકોને પીવાના પાણી માટે વલખાં મારવાં પડયા હતા

લોકોની માગણીને ધ્યાને લઈ રાધનપુરના ધારાસભ્યએ કેનાલમાં પાણી છોડવા માટે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતાં કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડ્યું

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 17 ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી.જેને લઇને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.અને રાધનપુરના ધારાસભ્ય ને રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે કચ્છ કેનાલમાં 500 ક્યુસેક પાણી છોડાતાં આખરે હાલ લોકોમાં રાહત જોવા મળી છે.સાંતલપુરના 17 ગામોમાં અછત દૂર થઈ છે. રિપેરિંગ માટે કેનાલમાં પાણી બંધ કરાતાં લોકોને પીવાના પાણી માટે વલખાં મારવાં પડયા હતા.જોકે આખરે પાણી છોડવામાં આવતા હવે લોકોમાં પાણીની તંગી નહિ સર્જાઈ અને પીવાનું પાણી મળી રહેશે. તો બીજી તરફ જોઈએ તો 45 ડિગ્રી તાપમાનથી આગ ઝરતી ગરમીમાં સાંતલપુર પંથકના ગામડાઓમાં લોકોને પીવાના પાણી માટે તંગી સર્જાતાં છેવટે 12 દિવસ બાદ કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું 500 ક્યુસેક પાણી છોડવામાં આવતા અંતરિયાળ 17 જેટલા ગામોમાં હવે પીવાના પાણીની અછત દૂર થશે.

પાટણના સાંતલપુર પાસેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાણી લિફ્ટ કરી આ વિસ્તારના અંતરિયાળ 17 જેટલા ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. પરંતુ આ કેનાલમાં 7 થી વધુ ગાબડાં પડેલા હોવાથી અને કેનાલમાંથી પાણી ઝમતું હોવાથી રિપેરિંગ કરવા માટે 13 મેથી કાંકરેજ નજીકથી પસાર થતી મુખ્ય નહેરમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કર્યું હતું. જોકે, બીજી બાજુ ગરમી પણ 45 ડિગ્રી સુધી પહોંચી જતાં અંતરિયાળ ગામોમાં પીવાના પાણી માટે તંગી ઉભી થઈ છે. લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે કચ્છ બ્રાન્ચ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માટે લોકોની માગણી હતી.

રાધનપુરનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ પણ લોકોની માગણીને ધ્યાને લઈને કેનાલમાં પાણી છોડવા માટે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી.અને છેવટે નર્મદાનું રિપેરિંગ કામ બંધ કરી મુખ્ય નહેરમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડ્યું છે.જેને પગલે આ વિસ્તારના 17 જેટલા ગામોમાં પાણીની અછત દૂર થશે.

44 કીમી સુધી કેનાલમાં દોઢ મીટર પાણી ભરાયું કચ્છ શાખા નહેરમાં કાર્યપાલક ઇજનેર કૌશિકભાઈનાં જણાવ્યા મુજબ ગરમીના કારણે લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે કેનાલનું રિપેરિંગ કામ બંધ કરી મુખ્ય નહેરમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલમાં 500 પાણી છોડાયું છે. 44 કિલોમીટર ઝઝામ સુધી કેનાલ દોઢ મીટર પાણીથી ભરી છે. આ પાણી પંદરેક દિવસ ચાલશે. કેનાલમાંથી પાણી પુરવઠા વિભાગને દરરોજ 15 ક્યૂસેક પાણીની જરૂરિયાત રહે છે. એકાદ દિવસમાં કેનાલમાં પાણી બંધ કરાશે. જ્યારે જરૂરિયાત પડશે ત્યારે ફરીથી પાણી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.