વડગામ તાલુકાના ભરકાવાડા ગામના બે યુવાનોએ તારીખ 18 અને 19 ના રોજ નડિયાદ ખાતે યોજાયેલ ઓપન નેશનલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં એક યુવાને દોડમાં પ્રથમ અને બીજા યુવાને ટ્રિપલ જમ્પમાં બીજો નંબર મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
વડગામ તાલુકાના ભરકાવાડા ગામના બે યુવાનોએ 18 અને 19 સપ્ટેમ્બરે નડિયાદ ખાતે યોજાયેલ ઓપન નેશનલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મયુરજી નટવરજી ઠાકોર 1500 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે વિશાલકુમાર દેવાભાઈ મેતીયા જેઓ એક પ્રાઈવેટ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે કામગીરી કરતા હતા. જેઓએ ટ્રિપલ જમ્પમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. બંન્ને યુવાનોએ પોતાની મહેનતથી ગોલ્ડમેડલ મેળવી ગામ, સમાજ તથા બનાસકાંઠાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કર્યું હતું.
આગામી દિવસોમાં તેઓ આ સ્પર્ધામાં નેપાળ, ભુતાન અથવા શ્રીલંકામાં દેશનું નેતૃત્વ કરવા જશે. આ બાબતે વિશાલ મેતિયાએ જણાવ્યું હતું કે ‘તેઓને આ ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમાં તેમના માતા-પિતાનો સિંહ ફાળો રહેલો છે. તેમના આર્શિવાદથી જ તેઓ આ મેડલને પ્રાપ્ત કરી ચુક્યા છે અને આ સ્પર્ધા એ એક ઓપન સ્પર્ધા હોવાથી સ્વખર્ચે ભાગ લેવાનો હોય છે અને આવનારા સમયમાં પણ તેઓ દેશ માટે ગોલ્ડમેડલ લાવી નેશનલ કક્ષાએ દેશનું નામ ઉજ્જવળ કરશે.