Publisher Theme
I’m a gamer, always have been.

બનાસનદીમાં પૂર વચ્ચે દંપતી કલાકો સુધી ઝાડના સહારે બચ્યું, હોડીની મદદથી 4 કલાકની ભારે જહેમત બાદ દંપતીને બચાવી લેવાયુ

0 16
  • પ્રશાસનની ટીમે તેમજ સ્થાનિકોએ હોડી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે ભારે જહેમત બાદ દંપતીનું રેસ્ક્યૂં કર્યું
  • રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસનદીમાં ઘોડાપૂર આવ્યું

રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસનદી બે કાંઠે વહેવા લાગી હતી. આજે બુધવારે વહેલી સવારે નદીમાં અચાનક પાણી આવી જતા આબુરોડ નજીક એક દંપતી ફસાઇ ગયું હતું. જેથી પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની જહેમત બાદ વૃદ્ધ દંપતીનું રેસ્કયૂ કરી સહી-સલામત બહાર કાઢ્યા હતા.

ઘટનાથી જાણ થતા જ અધિકારીઓ દોડી આવ્યાંરાજસ્થાનના ઉપરવાસમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં ઘોડાપુર આવ્યાં છે. ત્યારે આજે બુધવારે વહેલી સવારે અચાનક નદીમાં વધુ પાણી આવી જતા એક વૃદ્ધ દંપતી ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

દંપતીએ ઝાડના સહાર બચવાનો પ્રયાસ કર્યોપાણીનો પ્રવાહ વધતા આ વૃદ્ધ દંપતીએ કલાકો સુધી ઝાડના સહારે બચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોડી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત ઉઠાવ્યાં બાદ આ વૃદ્ધ દંપતીને સહી-સલામત બહાર કાઢી બચાવ્યાં હતા.

બનાસનદીમાં નવા નિર આવ્યાં

આ વખતે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ નહિવત જેટલો થયો હતો અને સતત એક મહિના સુધી રાહ જોવડાવ્યાં બાદ મોડે મોડે છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ થયો હતો, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ત્રણે-ત્રણ ડેમ હજુ સુધી કોરા છે અને પાણીના તળ પણ 1 હજાર ફૂટ થી પણ વધુ ઊંડા ઉતરવા લાગ્યા છે, ત્યારે છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં સતત વરસાદના કારણે હવે બનાસનદીમાં નવા નિર આવતાં ખેડૂતોને પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે.

નવા નિર આવતા જિલ્લામાં ઊંડા ઉતરી રહેલા પાણીના તળ ઊંચા આવશે

રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત સારો વરસાદ થયો હતો. તેના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદીમાં નવા નીર આવ્યાં છે. રાજસ્થાનમાં તો બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નિર આવતા હવે જિલ્લામાં ઊંડા ઉતરી રહેલા પાણીના તળ ઊંચા આવશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે , જો કે હજુ સુધી બનાસકાંઠાના ત્રણ માંથી એક પણ ડેમમાં નવું પાણી આવ્યું નથી, ત્યારે રાજસ્થાનમાં સતત સારો વરસાદ થાય અને બનાસકાંઠા જિલ્લાના ત્રણ જળાશયો પાણીથી છલકાઈ જાય તેવી ખેડૂતો વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.