અભેસિંહ સોલંકી કઠલાલ
ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ની પાવનભૂમિ ફાગવેલ ખાતે ક્ષત્રિય સમાજની સાન સમા શિક્ષણ સંકુલ શોર્ય ધામ નિર્માણનું પ્રથમ ચરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં વૈદિક મહાયજ્ઞ , શૌર્ય ધ્વજ વંદના, સંકલ્પ સંમેલન યોજાયું.

ઉલ્લેખનીય છે કે શૌર્યધામ થકી જીવન ઘડતરની વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ અને તાલીમ દ્વારા સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રોજગાર લક્ષી, વ્યસન મુક્તિ અને આત્મીય એકતા ના મંત્ર વડે સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાના હેતુથી તાલીમી સંસ્થા શૌર્ય ધામનું ભાથીજી નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, ભારતસિંહ પરમાર, ભવાનસિંહ ઝાલા તેમજ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લામાંથી ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.