સંજેલી તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને પીવાના પાણીની ભારે હાલાકી તંત્રની બેદરકારી જોવા મળી રહી છે
વિજય ચરપોટ સંજેલી
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તાલુકા ક્રોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી દિનેશભાઈ તાવિયાડે લોકોની ફરિયાદને ધ્યાનમાં લય રૂબરૂ સામુહિક આરોગ્ય કેન્દ્રના દાખલ. દર્દીઓ ની મુલાકાત લેતા. દર્દીઓ એ જણાવેલ કે ભર ઉનાળે પાણી ના વલખા પડે છે. પાણી ની ટાંકીઓ માં પાણી ભરવા મા આવેલ નથી. આજ રોજ પુરતો સ્ટાફ હાજર નથી દર્દીઓ ને ડોક્ટર હાજર નથી તેમ કરી પ્રાઇવેટ દવાખાના માં ધકેલી દેવામાં આવે છે. આદિવાસી સમાજના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા હોય છે. જેથી ઘણી જ મુસીબતો વેઠવી પડે છે જેથી લોકોની માંગ છે કે આવા. બેદરકારી તંત્ર પર કાયદેસર ના પગલા ભરવા લોક માગ ઉઠવા પામી છે