પાવાગઢ ખાતે માતાજીની આસ્થામાં માઈ ભક્તોની ઓટ નહીં 42 ડિગ્રી તાપમાનની કાળજાળ ગરમી વચ્ચે પણ હજારો યાત્રિકો પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે ઉમટ્યા.
રિપોર્ટર દિપક તિવારી બૌદ્ધિક ભારત પંચમહાલ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિરે વાર તહેવાર તેમના શનિવાર રવિવારની રજાઓમાં વેકેશન સમયગાળા દરમિયાન રોજે રોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે પાવાગઢ ડુંગર ખાતે ઉમટે છે જોકે હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને 40 થી 42 ડિગ્રી જેટલા નોંધાઈ રહેલા અસહ્ય તાપમાનના પગલે આકાશમાંથી અગનગોળા વરસતા ગરમીએ માઝા મૂકી છે જેમાં આવી કાળઝાળ ગરમીમાં અને તપતા સૂરજના પ્રકોપથી બચવા માટે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં પુરાઈ રહેવાનું અને મોટાભાગે ઠંડક ભર્યા બંધ બારણાના સ્થળોએ વેકેશનની મજા માણવા જવાનું પસંદ કરી રહ્યાં છે ત્યારે આવી આગ ઝરતી અને અંગ-દઝાડતી ગરમીના પ્રકોપ વચ્ચે પણ સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજીના ઐતિહાસિક અને પ્રાચીન મંદિર ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શનાર્થે આવી પોતાની માનતા અને બાધાઓ પૂર્ણ કરવા આવનારા હજારો ભક્તોની આસ્થામાં કોઈ ઓટ આવવા પામી નથી અને આવી અસહ્ય કાળઝાળ ગરમી અને 42 ડિગ્રી જેટલા નોંધાયેલા તાપમાનમાં આકાશમાંથી અગન ગોળા વરસતા વાતાવરણની ગરમીના પ્રકોપ વચ્ચે પણ મહાકાળી માતાજીના દર્શનાર્થે વહેલી સવાર થી તપતી બપોર સુધી હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા જેમાં આજે રવિવારે સવારે મહાકાળી માતાજીના મંદિરે દર્શનાર્થે પાવાગઢ ડુંગર પર પહોંચેલા હજારો યાત્રિકોને માતાજીના દર્શન કરવાની અનુભૂતિ સાથે એક અનોખી અનુભૂતિનો પણ અહેસાસ થયો હતો જેમાં આજે ભર ઉનાળે કાળઝાળ ગરમીના ધોમધખતા તાપમાન વચ્ચે યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું જેમાં વહેલી સવાર થી 11થી 12 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન ધુમ્મસ ભર્યા વાતાવરણમાં માતાજીના દર્શન કરવા માટે ડુંગર પર પહોંચેલા હજારો યાત્રિકોએ આજે રવિવારે આવી કાળઝાળ ગરમીમાં ધુમ્મસ ભર્યા વાતાવરણનો લુત્ફ ઉઠાવી જાણે કે કોઈ હિલ સ્ટેશન પર મહાલતા હોય તેવી મજા માણી હતી અને મહાકાળી માતાજીના દર્શન કરવા સહિત કુદરતે બક્ષેલ અનોખા વાતાવરણનો પણ મજા માણ્યો હતો જ્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ હટ્યા બાદ પણ બપોર થી સાંજે 6:00 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં સંખ્યામાં માઈ ભક્તોએ કાળઝાળ ગરમીની અને આકાશમાંથી અગન ગોળા વરસાવતા વાતાવરણની લગીરે ચિંતા કર્યા વિના મહાકાળી માતાજીના મંદિરે પહોંચી શ્રી મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી પોતાની માનતા, બાધા અને મનોકામનાઓ પૂર્ણ કરી ધન્ય બન્યા હતા.