Publisher Theme
I’m a gamer, always have been.

સમી સાંતલપુર રણ વિસ્તારમાં 47 ડિગ્રી તાપમાન વચ્ચે ઘુડખરની ગણતરી કરતાં અધિકારીઓની હાલત કફોડી બની

0 25

રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ

પાટણના સમી અને સાંતલપુર વિસ્તારમાં પથરાયેલા રણ વિસ્તારમાં ઘુડખર જનગણના અંગેની સરવે કામગીરી કરાઈ રહી છે. ત્યારે હાલ સમગ્ર ગુજરાત સહિત પાટણ જિલ્લા પણ ભારે ગરમી નો પ્રકોપ જોવા મળી રહ્યો છે.અને સખત પડી રહેલ ગરમીના કારણે કેટલાક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જેને લઇને જિલ્લામાં અમુક લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે.ત્યારે આવા ગરમ વાતાવરણ અને ભારે ગરમીના દિવસોમાં સમી સાંતલપુર રણ વિસ્તારમાં 47 ડિગ્રી તાપમાન વચ્ચે ઘુડખરની ગણતરી કરતાં અધિકારીઓની હાલત કફોડી બની છે .
સાંતલપુર તાલુકા કોરડા ગામના જંગલ વિસ્તાર આશરે 1332 હેક્ટર જમીનમાં ફેલાયેલો છે તે વિસ્તારની દેખરેખ તેમજ તાજેતરમાં ઘુડખર અભ્યારણમાં સરવેની કામગીરી કરી રહેલા વારાહી નોર્મલ રેન્જના આરએફઓ અનિલ ચૌધરી, રાધનપુર નોર્મલ રેન્જના આરએફઓ જયેશભાઈ ચૌધરી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે અત્યારે મંગળવાર- બુધવારે પાટણનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નું રહ્યું હતું.અને આટલા તાપમાન વચ્ચે વિસ્તારની મુલાકાતે જતી વખતે મોબાઇલમાં નોટિફિકેશન આવતી કે ઓરહિટ લખાઈને આવી જાય છે. નેટવર્ક બંધ ચાલુ બંધ થતું રહે છે.વાહનમાં પણ ગરમીના કારણે વાહન હીટ મારી જાય છે. તેની સાથે શરીર ઉપર ચામડી ઉપર ચટકા ભરતા હોય તેવું લાગે છે.અને આટલી ગરમીની અંદર કામગીરી કરવી ખૂબજ જોખમી રહેતી હોય છે. કારણ કે રણ અંદર ગયા પછી પાણીની વ્યવસ્થા આપણી સાથે જે લઈ ગયા હોય તે જ હોય છે. બાકી રણ વિસ્તારમાં પાણી ખારું જ મળતું હોય છે. આવી કપરી સ્થિતિમાં રણ વિસ્તારમાંથી અપરિચિત વ્યક્તિ મુસાફરી કરતો પસાર થાય અને ભૂલો પડે તો આટલી ગરમીની અંદર તેનું બચવું મુશ્કેલ બની જાય છે. કારણ કે એકદમ સપાટ વિસ્તાર દેખાતો હોય છે પણ વચ્ચે કાદવ કીચડ જ હોવાના કારણે જે સ્થળે તમારે જવું હોય તેના માટે વધારે અંતર કાપીને ફરી ફરીને જવું પડતું હોય છે.આવા વાતાવરણ વચ્ચે કામ કરતા અધિકારીઓ ની હાલત કફોડી બની હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

Leave A Reply

Your email address will not be published.