દાંતીવાડા તાલુકા ના ધાનેરી ગામ ના મૂળ વતની શ્રી નરેશભાઈ સ્વ જ્યંતિલાલ ઠાકર જે પોતે પાલનપુર ના સરકારી ટ્રેઝરી વિભાગ માં ફરજ બજવી ને હાલ ગાંધીનંગર ખાતે પોતાની સેવા આપી રહ્યા છે અને ગાંધીનગર ખાતે પરિવાર સાથે રહીને પોતાના બાળકો ને શિક્ષણ આપી રહ્યા છે જેમાં પોતાના નાના સપુત્ર કશ્યપ ઠાકર જે ગાંધીનગર ના સેકટર 23 માં આવેલ આર એન પટેલ પ્રાઈમરી શાળા માં ધોરણ 7 માં આભ્યાંસ કરી રહ્યા છે
કશ્યપ ઠાકર નાનપણ થી જ તેજસ્વી અને શિક્ષણ માં અવ્વલ સ્થાને રહેતા સાથે સાથે તમામ રમત ગમત પ્રતિયોગિતા માં પોતાનો પરચમ લહેરાવી ની સક્ષમ યોગ્યતા ધરાવે છે

હાલ માં તારીખ 11-09-2021 ના રોજ ગાંધીનગર સેકટર 23 માં આવેલ આર એન પટેલ પ્રાઈમરી શાળા માં “નેશનલ અર્બન ગેમ 2020-2021” માં વિવિધ પ્રકાર ના ગેમો ની પ્રતિયોગિતા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી નરેશભાઈ સ્વ જ્યંતિલાલ ઠાકર ના સપુત્ર અને બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના ધાનેરી ગામ ના આ નાનકડા કોહિનૂર દ્વારા 200 મીટર ની દોડ ગેમ માં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવી ને પોતાના પરિવાર પોતાના ગામ અને જિલ્લા સહીત સંપૂણ ઔદીચ્ય બ્રહ્મ સમાજ નું ગૌરવ વધાર્યું હતું