ધાનેરાના શેરગઢ ગ્રામ પંચાયતના વિસીઈએ શુક્રવારે પંચાયતના મકાનમાં દોરડા વડે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના શેરગઢ ગ્રામ પંચાયતના વિસીઈએ શુક્રવારે પંચાયતના મકાનમાં દોરડા વડે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં ચકચાર મચી હતી. વિસીઈએ કયા કારણોસર હત્યા કરી તે રહસ્ય અકબંધ છે.પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધાનેરા તાલુકાના શેરગઢ ગ્રામ પંચાયતના દિનેશભાઈ વનાભાઈ ચૌધરી (ઉં.વ.30) ગ્રામ પંચાયતમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે શુક્રવારે બપોરના સમયે પોતાની જ ઓફિસના મકાનમાં દોરડાથી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ આત્મહત્યાની જાણ સ્થાનિક ગ્રામજનો અને સરપંચને થતાં ધાનેરા પોલીસને જાણ કરાઇ હતી. જેથી પોલીસ તાત્કાલિક શેરગઢ પહોંચી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાનામાં લાવવામાં આવી હતી. દિનેશભાઇએ કયા કારણોસર આત્મહત્યા કરી તેની ધાનેરા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બાબતે સરપંચએ જણાવ્યું હતું કે તેને કયા કારણસર આપઘાત કર્યો તે એમને કંઈ જાણ મળી નથી. મૃતક દિનેશભાઇ પરિણીત હતા પરંતુ સંતાન ન હતું. યુવકના આપઘાતનું રહસ્ય અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી